New Update
/connect-gujarat/media/media_files/slHdic1CmSEZvk7Cd31b.jpg)
ભરૂચની વાલિયા પોલીસે નવાનગર ગામની સીમમાં જુગારધામ પર રેડ કરી હતી,જેમાં પાંચ જુગારીયાઓને 25 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે નવાનગર ગામની સીમમાં બાવળના ઝાડ નીચે કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમે છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસની રેડમાં બાવળના ઝાડ નીચે પત્તાપાનાનો જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ રેડમાં જુગાર રમતા અમરતપરા ગામની નવી નગરીમાં રહેતો જુગારી રાજેશ અશોકભાઈ વસાવા,મેહુલ બીલીમભાઈ વસાવા અને સુરતીયા વેચાણભાઈ વસાવા,હેમંત હસમુખભાઈ વસાવા તેમજ અમર બાલુભાઈ વસાવાને ઝડપી પાડયા હતા.જ્યારે અન્ય ત્રણ જુગારી પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા હતા.
Latest Stories