New Update
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો
ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી
હેલમેટ ન પહેરનાર ટૂ વહીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી
રૂ.500-500નો દંડ વસુલ કરવામાં આવ્યો
વાહનચાલકોમાં ફફડાટ
ભરૂચમાં પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસે રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓ અને સામાન્ય લોકો માટે પણ હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.ભરૂચના શક્તિનાથ અને કલેકટર કચેરી સહિતના વિસ્તારોમાં પોલીસ અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઈક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ જ રહેશે.
Latest Stories