ભરૂચ: પોલીસે 10 મકાન-દુકાન માલિકો સામે કરી કાર્યવાહી, ભાડુઆતો અંગે ન કરાવી હતી નોંધણી

ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
a

ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવીહતી જેમાં મકાનમાલિકોએ કોઈ પણ જાતની નોંધણી વગર ભાડુઆતોને મકાન ભાડે આપ્યું હતું અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. આવા 10 જેટલા મકાન માલિકો-દુકાન માલિકો સામે ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ભાડુઆતને મકાન અથવા દુકાન ભાડે આપો ત્યારે પોલીસમાં નોંધણી કરાવવી ફરજીયાત છે.
Latest Stories