New Update
-
ભરૂચ પોલીસનો સરાહનીય અભિગમ
-
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની કરશે મદદ
-
ટ્રાફિકમાં વિદ્યાર્થી ફસાસે તો પોલીસ આવશે મદદે
-
વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડશે
-
હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪/ ૦૨૬૪૨ - ૨૨૩૩૦૩ પર કરો કોલ
ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઈન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪ તેમજ ૦૨૬૪૨ - ૨૨૩૩૦૩ ઉપર કોલ કરવો.નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય હોય તો તેને ઓન ડ્યુટી એક્ષ્ઝામ વ્હીકલ દ્નારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ વિદ્યાર્થીને તમામ પ્રકારની મદદ પહોચાડશે.
Latest Stories