ભરૂચ: મીની વાવાઝોડાના કારણે 246 ફીડર પર વીજ પુરવઠો થયો હતો ઠપ્પ, DGVCLને 800 ફરિયાદ મળી

મીની વાવાઝોડાની પરિસ્થિતિએ જન જીવનને અસર પહોંચાડી હતી.ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટનાં આશરે 246 ફીડરો ખોરવાયા હતા

New Update
  • ભરૂચમાં ફૂંકાયું હતું વાવાઝોડું

  • વીજ પુરવઠાને પહોંચી અસર

  • અનેક ફીડર થયા ઠપ્પ 

  • વીજ કંપનીને 800 ફરિયાદ મળી

  • યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરાય

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ફંકાયેલ મીની વાવાઝોડા ના કારણે વીજ પુરવઠાને વ્યાપક અસર પહોંચી હતી જેમાં કુલ 246 ફીડર ઉપર વીજ પુરવઠો ઠપ્પ થયો હતો
ભરૂચ અને નર્મદા જિલ્લામાં મીની વાવાઝોડાની પરિસ્થિતિએ જન જીવનને અસર પહોંચાડી હતી.ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટનાં આશરે 246 ફીડરો ખોરવાયા હતા. આ સ્થિતિને તાત્કાલિક સંભાળવા માટે DGVCLની અંદર 50થી વધુ વિભાગીય અને 33 કોન્ટ્રાક્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ-રાત કામ કરીને ખોરવાયેલા વીજ થાંભલાઓ અને લાઇનોની સમારકામ કામગીરી હાથ ધરી હતી.ભરૂચ શહેરના 25 જેટલા ફીડરોને પ્રાથમિકતા આપી ઝડપથી પુનઃસક્રિય કરવામાં આવ્યા હતા.બીજા જ દિવસે સાંજ સુધી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.DGVCLએ પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ભરૂચ સર્કલ ઓફિસમાં કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો હતો.
આ સમયગાળા દરમિયાન આશરે 1200થી વધુ ગ્રાહકોની ફરિયાદો પ્રાપ્ત થઈ હતી જેમાંથી 800 જેટલી તાત્કાલિક ઉકેલવામાં આવી હતી.ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચ.આર. મોદીએ માહિતી આપી કે અતિવૃષ્ટિ અને પવનના કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ વીજ લાઈનો પર પડતા ભારે નુકસાન થયું હતું.
Latest Stories