New Update
ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે બંદીવાન કેદી ભાઈઓને તિલક અને મીઠું મોઢું કરાવી રાખડી બાંધી રક્ષાબંધન પર્વનો ઉત્સવ મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય,ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક એન.પી.રાઠોડ નાઓના સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલમાં બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી હતી. અને પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ વળવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.તેમજ જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઇને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં બંધ ભાઈને બહેન દ્વારા કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી હતી,પોતાનો ભાઈ જેલ માંથી વહેલા છૂટીને નવા જીવનની સારી શરૂઆત કરે તેવી પ્રાર્થના સાથે ભાઈ બહેન વચ્ચે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
Latest Stories