ભરૂચ જિલ્લાનાઆમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાંથીગત તા. 23જાન્યુઆરી 2025ના રોજ સાંજના આશરે 5 વાગ્યેથી તેમજ તા. 29 જાન્યુઆરી 2025ના સાંજના કલાક 06:30 કલાક દરમ્યાન બુલેટ ટ્રેન પ્રોજેકટના ચાલતાં કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રીજ પ્લેટોની અજાણ્યાતસ્કર રૂ.2.19લાખનો મુદ્દામાલ ચોરીકરીપલાયન થઈ ગયા હતા. જેથી પોલીસેFSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યાતસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી. જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયા ચલાવીરહ્યાછે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાની આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આમોદ તાલુકાના દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેકટના પીલરોમાંથી કોપર કેબલ 300 મીટર આશરેકિં. રૂ.90હજારતથાલોખંડની જીટી બ્રીજ પ્લેટો નંગ 43જેનીઆશરેકિં. રૂ. 1.29 લાખમળી કુલ રૂ. 2.19લાખના મુદ્દામાલની ચોરી કરીઅજાણ્યાતસ્કરપલાયન થઈ ગયો હતો.
આમોદ પોલીસેFSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યાતસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરીહતી.જે બાબતેL&T લીમીટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમા છેલ્લા 3 વર્ષથી જય અંબે સીક્યુરીટી એજન્સીમાં સીક્યુરીટી ઓફીસર (એરીયા મેનેજર) તરીકે ફરજ બજાવતા 42વર્ષીયઘમારામ ઉર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરીએઆમોદ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાએFSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યાતસ્કરોનું પગેરુંમેળવવાકવાયત હાથ ધરીછે.