New Update
ભરૂચકલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
સમસ્ત માછી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
આલિયા બેટની જમીન ખાનગી કંપનીને ફાળવવાનો વિરોધ
ભાડભુત બેરેજ અસરગ્રસ્તોને જમીનફાળવવા માંગ
માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે અલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ-ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલુ છે અને તે નુકશાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે