ભરૂચ: મહિલાઓના સશક્તિકરણ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન, PSI વૈશાલી આહિરે આપ્યું માર્ગદર્શન

ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નગર સેવા સદન કચેરી ખાતે આયોજન

  • મહિલાઓ માટે જનજાગૃતિ સેમિનાર યોજાયો

  • મહિલા PSIએ આપ્યું માર્ગદર્શન

  • સ્ત્રી સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું

ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નગર સેવા સદન ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે એક ખાસ સેમિનારનું આયોજન  કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં મુખ્ય વક્તા તરીકે મહિલા PSI વૈશાલી આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને પોતાના હક્કો, સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓએ પોતાને આત્મરક્ષામાં નિષ્ણાત બનાવવું અત્યંત જરૂરી છે. જાગૃતિ અને આત્મવિશ્વાસ જ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે.આ પ્રસંગે જન હિતાર્થ ટ્રસ્ટના પ્રમુખ જીગીશા ગોસ્વામી મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપના ફાઉન્ડર સેજલ કાપડિયા, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિતના મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories