New Update
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ
2 દિવસથી વરસાદી વરસાદ
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ
વાતાવરણમાં ઠંડક
હવામાન વિભાગની વરસાદની આગાહી
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો. તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Latest Stories