ભરૂચ:રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, નવરાત્રીમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ

ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું

New Update

ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમ્યાન પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ

સંસ્થાના દ્વારને જોડતો મુખ્ય રસ્તો પણ ચાલુ રાખવા માંગ

સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા

ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું
શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા ૭ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જો કે ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવે છે. આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મોહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યા એ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે પ્રયોજન કરવા વિનંતી છે. વિશેષમાં સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે ICICI બેંકથી કલામંદિર જવેલર્સનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે સંસ્થામાં આવન જાવન સદંતર બંધ થઈ જાય છે.આથી આ જાહેરનામાને નવરાત્રી પર્વ પૂરતું મુલતવી રાખવા વિનંતી  કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું