New Update
ઝઘડિયાના બાબાગોર દરગાહનો બનાવ
માતાનો ઈલાજ કરાવવા આવતી યુવતી દુષ્કર્મનો ભોગ બની
મુજાવરે માતાપુત્રીને રૂમમાં ગોંધી રાખ્યા
દરગાહના મુજાવરે યુવતીની લાજ લૂંટી
દુષ્કર્મ કરનાર મુજાવરની ધરપકડ કરાઈ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી બાવાગોર દરગાહ ખાતે માતા ને માનસિક બીમારી માંથી મુક્ત કરવા લઈને આવતી યુવતી જ દુષ્કર્મનો ભોગ બની હતી.આ ઘટનામાં દરગાહના મુજાવરની રાજપારડી પોલીસે ધરપકડ કરી દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહ ખાતે ઈમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મહંમદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગોર દરગાહ ખાતે રૂમમાં રહે છે.છેલ્લા એક વર્ષથી એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઇ બિમારી દુર કરવા માટે બાવાગોર દરગાહ ખાતે આવતી હતી. જેનો લાભ લઇ મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવાએ 24 વર્ષીય યુવતીને ઈલાજ કરવાના બહાના હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી હતી. અને એકલતાનો લાભ લઈને યુવતી સાથે બાવાગોર દરગાહની રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની માતાને ખબર પડતા તેમને આઘાત અનુભવ્યો હતો.અને આખરે આ બનાવ અંગે માતાએ રાજપારડી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે બાવાગોર દરગાહના સકુબાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Latest Stories