ભરૂચ: ભોલાવ ગ્રામપંચાયત ખાતે રેશનકાર્ડ ઇ કે.વાય.સી.કેમ્પનું કરાયુ આયોજન

ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે રેશનકાર્ડ ઇ કે.વાય.સી.કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો

New Update
  • ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજન

  • ભોલાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજન

  • રેશનકાર્ડ ઇ કે.વાય.સી.કેમ્પ યોજાયો

  • લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે રેશનકાર્ડ ઇ કે.વાય.સી.કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશનકાર્ડનું ઇ કે.વાય.સી કરાવવું અત્યંત આવશ્યક છે ત્યારે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે એ હેતુથી ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ભોલાવ ગ્રામપંચાયત કચેરી ખાતે રેશનકાર્ડના ઇ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો
Read the Next Article

ભરૂચ: સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ

  • 2 દિવસથી વરસાદી વરસાદ

  • શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ

  • વાતાવરણમાં ઠંડક

  • હવામાન વિભાગની વરસાદની આગાહી

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો. તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.