-
ભરૂચમાં હાથ ધરાય ઝુંબેશ
-
દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય
-
માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવાયા
-
કોલેજ રોડની હોટલોના દબાણ દૂર કરાયા
-
પોલીસ બંદોબસ્ત સાથે રખાયો
ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સતત બીજા દિવસે શહેરના કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ખાસ કરીને કોલેજ રોડ પર દ્વારકાધીશ ટી સ્ટોલ અને ખેતલાઆપા નામની હોટલોના ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવ્યા હતા જેના કારણે માર્ગ ખુલ્લો થયો હતો માર્ગના મધ્યથી 22 મીટર સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા.
દબાણ હટાવતા સમયે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ હોટલ અને ખેતલાઆપા ટી સ્ટોલ પર અનેકવાર વાહનોના પાર્કિંગ બાબતે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે.