New Update
-
ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલું છે મંદિર
-
200 વર્ષ જૂનું છે રાધા વલ્લભનું મંદિર
-
મંદિરનું કરવામાં આવ્યું નવ નિર્માણ
-
આજરોજ પુન: પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાય
-
વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા
ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઇ જતાં તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
જુના ભરૂચના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનના રાધા વલ્લભનું 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે.સમય જતા આ મંદિર જર્જરીત થઈ ગયું હતું ત્યારે મંદિરનો પુનઃ જીણોધ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ મંદિર ખાતે શ્રી રાધા વલ્લભની પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.