New Update
/connect-gujarat/media/media_files/2025/11/25/screenshot-2025-11-25-15-45-14.jpg)
નવા તવરા ગામ સ્થિત ત્રિવિધ મંદિરના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 8 વાગ્યે નવચંડી યજ્ઞનો પ્રારંભ તથા સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રે ભજન સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો