New Update
/connect-gujarat/media/media_files/2025/05/23/Gd3cNujTIjx6hNxtZgvk.jpg)
ભરૂચના આમોદ અને જંબુસર ને જોડતા ઢાઢર નદીના બ્રિજનું ભરૂચ જિલ્લા કલેક્ટરની સૂચનાથી તાત્કાલિન રીપેરીંગ કરવામાં આવ્યું છે. 16મીએ ક્લેકટર ગૌરાંગ મકવાણાએ જંબુસરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન આ બ્રિજ પરથી પસાર થયાં હતાં.
બ્રિજ જૂનો હોવાથી ખખડધજ બની ગયો છે અને તેના પરનો રોડ પણ બિસમાર બની ગયો છે. ક્લેકટરની મુલાકાત બાદ બ્રિજ પર ડામરનું લેયર પાથરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થતાં હોય છે ત્યારે બ્રિજ બિસ્માર બનતા તેના સમારકામની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.