સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટ સામે વિવાદ વકર્યો
ટ્રસ્ટની મિલકતો-રેતીની લીઝ વેચવાનું મોટું ષડયંત્ર
ખાનગી લોકોને વેચવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું
સમગ્ર મામલે વહીવટી તંત્રમાં લેખિત ફરિયાદ કરાય
મારા પર થયેલા આક્ષેપ પાયાવીહોણા : ટ્રસ્ટના પ્રમુખ
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં છેલ્લા ઘણા સમયથી સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝનો વિવાદ વકર્યો હતો. જે ગ્રામજનો અને જૂના ટ્રસ્ટી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નીચલદાશ મહંત લીઝ અન્યને આપી દેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો અને ટ્રસ્ટીઓના મતે ટ્રસ્ટના નામની નર્મદા નદીના પટ્ટાની રેતીની ગામે લીઝ વેપારીઓને ઉપયોગ કરવા આપી પોતે આર્થિક લાભ લઈ રહ્યા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ કરવામાં આવી છે. ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટર, ખાણ-ખનિજ વિભાગ તેમજ જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ આપી છે.
આ સાથે, જ્યાં સુધી આ ફરિયાદનો નિકાલ ન આવે ત્યાં સુધી ગ્રામજનોએ રેતી લીઝ બંધ રાખવ અંગે ચીમકી ઉચ્ચારી છે. ટ્રસ્ટના પ્રમુખ નીચલદાશ મહંતનું કહેવું છે કે, જે મારા પર આક્ષેપ કર્યા છે, તે પાયાવીહોણા છે, અને જે લોકો મારા પર આક્ષેપ કરી રહ્યા છે જેમાં જુના ટ્રસ્ટીઓમાં 3 લોકોના મરણ થઈ ગયા છે, અને 2 લોકોને સસ્પેન્ડ કર્યા છે. એટલે જે લીઝ આપી છે, એ મારા ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવા આપી છે.