New Update
ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
સોમનાથ ટેકરા વિસ્તારમાં સમસ્યા
બિસ્માર માર્ગનો પ્રશ્ન
ગંદકીથી લોકો પરેશાન
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચના સોમનાથ ટેકરા વિસ્તારમાં બિસ્માર માર્ગ અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ અને સાફસફાઈ ન કરતા સ્થાનિકો એ તંત્ર સામે રોષ ઠાલાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર જન પ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે પરંતુ સાફ-સફાઈ કરાવવા માટે કોઈ આવતું નથી જેથી આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં રસ્તાના પણ ઠેકાણા નથી.બિસ્માર માર્ગો અને ગંદકીના કારણે રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજુઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો આંદોલનના મૂડમાં જણાય રહ્યા છે અને પ્રશ્નના નિરાકરણની માંગ કરી રહ્યા છે.