New Update
ભરૂચમાં આવેલું છે ઐતિહાસિક રતન તળાવ
તળાવમાં સમયાંતરે કાચબાઓના થાય છે મોત
નગરપાલિકા દ્વારા સાફસફાઈ શરૂ કરાઇ
ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લીધી મુલાકાત
તળાવને પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા કરી માંગ
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી
ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ચારસો વર્ષ જુના કાચબાઓના મોતની ઘટનાઓ બાદ માછલીઓની મોતની ઘટના સામે આવી હતી.જે મૃત માછલીઓને કારણે ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ નગર પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રજુઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રતન તળાવની મુલાકાત લઈ યોગ્ય સાફ-સફાઈ કરવા સાથે ચારસો વર્ષ જુના કાચબાઓના સંરક્ષણની પણ માંગ કરી હતી.
આ તરફ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે રતન તળાવના વિકાસ માટે રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે જેમાં તળાવના બ્યુટીફિકેશન સહિતની કામગીરી કરવામાં આવશે.
ભરૂચ રતન તળાવની દયનિય સ્થિતિ અંગે નગરપાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી,અને ભાજપના શાસકો પર તીખા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
Latest Stories