New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરાયું
-
નિવૃત્ત શિક્ષકોને મળી રાહત
-
નિવૃત્તિના તમામ લાભ એક જ સ્થળે અપાયા
-
અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લામાં આજે એક અનોખી અને માનવીય સંવેદનાથી ભરેલી પહેલ કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહની આગેવાની હેઠળ યોજાયેલા વિશિષ્ટ સમારોહમાં ૫૫ જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે તેમની નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો તાત્કાલિક રીતે એક જ સ્થળે આપવામાં આવ્યા હતા.તમામ લાભો જેમ કે પેન્શન, ગ્રેચ્યુઇટી, પીએફ વગેરે વિલંબ વિના સરળતાથી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી.સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories