-
રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો
-
જુના ઝઘડાની રીસ રાખીને કરાયો હુમલો
-
હુમલાખોર ચપ્પુના ઘા મારી ફરાર
-
ઈજાગ્રસ્ત રિક્ષા ચાલક સારવાર હેઠળ
-
પોલીસે શરૂ કરી તપાસ
ભરૂચ શહેરના સૈયદવાડના નાળા પાસે અગાઉના ઝઘડાની રિસ રાખી એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો હતો.
ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસીર ઇસ્માઇલ મસ્તીયા પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસિક લુહારાએ રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની રીસ રાખીને ઝઘડો કર્યો હતો.
અને આવશેમાં આવી ગયેલા ઇસમે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયો હતો.ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત નાસીર મસ્તીયાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.