ભરૂચ: રેલ્વે સ્ટેશન નજીકથી રીક્ષા સ્ટેન્ડ હટાવાતા રિક્ષાચાલકોએ નોંધાવ્યો વિરોધ

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક  દુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ રીક્ષા ચાલકો સહીત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.

New Update

ભરૂચમાં રીક્ષાચાલકોનો વિરોધ

રીક્ષા સ્ટેન્ડ હટાવાતા વિરોધ નોંધાવ્યો

રેલવેની હદમાં છે રીક્ષા સ્ટેન્ડ

રેલવેના અધિકારીઓને કરાય રજુઆત

માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક  દુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ રીક્ષા ચાલકો સહીત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
વર્ષોથી ઓટો રિક્ષા ચાલકો ભરૂચ રેલવે સ્ટેન્ડમાંથી મુસાફરોનું વહન કરતા આવ્યા છે ત્યારે ગતરોજ ભરૂચ રેલ્વે સ્ટેશનના સુપ્રિટેન્ડેન્ટએ અચાનક તમામ રીક્ષા અને ટેક્સી ચાલકોને રેલ્વે હદથી દુર કરવા જણાવતા જ રીક્ષા ચાલકોએ અધિકારી પાસે લેખિતમાં પરિપત્ર માંગતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.જયારે અધિકારીએ ચાલકોને ઓટોરિક્ષા ચલાવવી હોય તો ઉપરી અધિકારીને મળવા જણાવ્યું હતું ત્યારે ભરૂચ શહેર સિવાય અન્ય રેલ્વે સ્ટેશનો પર ઓટો રીક્ષા ઉભી રાખવાની પરમીશન હોય છે તો ભરૂચમાં કેમ નહિ તેવા સવાલો કરવામાં આવ્યા છે.ભરૂચ રેલવે સ્ટેશન નજીક વર્ષોથી ચાલતા ઓટોરિક્ષા સ્ટેન્ડને ફરી કાર્યરત નહિ કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Latest Stories