ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો,નર્મદા ડેમની પણ જળ સપાટી વધી

નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી

ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક

નર્મદા નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડાયું

ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટીમાં વધારો

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી પણ વધી છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 1,71,183 પાણીની આવક થઈ રહી છે તો ડેમમાંથી નદીમાં કુલ 1 લાખ 11 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17.38 ફૂટ નોંધાય છે.નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે આ તરફ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

#Bharuch RainFall #નર્મદા ડેમ #નર્મદા નદી #Heavy rainfall #Bharuch Golden bridge #ગોલ્ડન બ્રિજ #નર્મદા નદી જળસ્તર #નર્મદા ડેમની જળ સપાટી #સરદાર સરોવર નર્મદા ડેમ
Here are a few more articles:
Read the Next Article