ભરૂચ: ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો,ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક

નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે

New Update

ભરૂચ નજીક નર્મદા ડીની જળ સપાટીમાં વધારો

ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 19 ફૂટને પાર

ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક

નદીની ભયજનક સપાટી 24 ફૂટ

નદીના પટમાં ન જવા લોકોને તંત્રની સૂચના

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે નદીની સપાટી વધી છે.
નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે.આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.86 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4.38 લાખ ક્યુસેક પાણીની આવક છે.જેના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે..
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.