New Update
-
હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા
-
આર.કે.વકીલ હાઈસ્કૂલને રંગોરોગાન કરાયુ
-
નેરોલેક કંપની દ્વારા રૂ.7 લાખનું અનુદાન અપાયું
-
ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન
-
મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં શાળા સુશોભન અને સીસીટીવી કેમેરાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ આવેલી છે આ શાળાની બિલ્ડીંગ પર વાગરાના સાયખા ખાતે આવેલ નેરોલેક કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે રૂપિયા 7 લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી.કે.પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે.
આ બન્ને પ્રકલ્પોનું આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ, આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ, હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ, આર કે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી,પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરીને બિરદાવી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા માટે અપીલ કરી હતી.
Latest Stories