New Update
ભરૂચમાં ચોમાસના પ્રારંભે જ સમસ્યા
ઝાડેશ્વર ચોકડીથી તવરાને જોડતા માર્ગની કામગીરી અધૂરી
વાહનચાલકો પરેશાન
માર્ગ પર કાદવ કિચડનું સામ્રાજ્ય
તાત્કાલિક સમારકામ શરૂ કરવા માંગ
ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂ. 23 કરોડના ખર્ચે નિર્માણ પામતા ચાર માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અધુરી રહી છે. આ અંતર્ગત ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ બીજી લેન વિશેષરૂપે ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે.અધૂરા રસ્તા અને મોટા ખાડાઓના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધતી જાય છે. વરસાદી પાણીના ભરાવથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે.
છેલ્લા બે દિવસથી સતત ચાર કિમી સુધી ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની અસર નેશનલ હાઈવે અને ઝાડેશ્વર ગામ સુધી ફેલાઈ છે. ખાસ કરીને સવારના સમયે સ્કૂલો, કોલેજો અને કામકાજે જતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વહેલીતકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
Latest Stories