ભરૂચ: ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ તૂટી જાય છે, કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

New Update

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જિલ્લાના વહીવટી અધિકારીઓ અને ગુજરાત સરકારની દૂરંદેશીના અભાવે  જિલ્લામાં થયેલા વિકાસના કામોમાં ભરપુર ભષ્ટ્રાચાર થયો હોય તેમ લાગે છે. સામાન્ય વરસાદમાં પણ જિલ્લાના તમામ રસ્તાઓ તુટી ગયા છે. દર વર્ષે એપ્રિલ – મે માહિનામાં રસ્તાઓની મરામતના નવિનીકરણ ના નામે કરોડો રૂપિયાનો ખર્ચે કરવો, તેમાં ભરપુર ભષ્ટ્રાચાર કરી નબળી ગુણવત્તા વાળુ મટીરીયલ વાપરી કામ કરવા અને ચોમાસાના પહેલા વરસાદમાં માર્ગો બિસ્માર બની જાય છે.
આથી એજન્સીઓ પાસેથી ગુણવત્તા વિનાના થયેલા કામની નુકશાની વસુલ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ બિસ્માર માર્ગોનો સર્વે કરાવી તેનું સમારકામ કરવુ,જે ઉદ્યોગોએ ગામને અને ખેડૂતોને નુકશાન થાય તેવા અવરોધો ઉભા કર્યા હોય તેને દુર કરવામાં આવે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી આથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા,વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ,શેરખાન પઠાણ,પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
Read the Next Article

અંકલેશ્વર: વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસનો નવતર અભિગમ, લોન ધિરાણ કેમ્પનું આયોજન

અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના

New Update

અંકલેશ્વરમાં પોલીસનો નવતર અભિગમ

લોન ધિરાણ કેમ્પ યોજાયો

એ ડિવિઝન પોલીસ દ્વારા આયોજન

ફેરિયાઓ અને વેપારીઓએ લીધો લાભ

લોન અંગેનું અપાયું માર્ગદર્શન

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડા અને વિવિધ બેંકો આગળ આવી છે.આજરોજ પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.જેમાં લોકોને લોન ધિરાણ કરતા ઇસમોને બદલે બેન્ક થકી સહેલાઈથી લોન મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં.આ લોન ધિરાણ કેમ્પનો નાના વેપારીઓ તેમજ ફેરિયાઓએ લાભ લીધો હતો.