ભરૂચ : લૂંટનો ભેદ ઉકેલાયો, A ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત માંથી સેંકડ શિફ્ટ માંથી નોકરી પરથી આવેલા શખ્સ સાથે લૂંટની ઘટના બની હતી.જે ગુન્હાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો હતો.

New Update
aropi loot

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત માંથી સેંકડ શિફ્ટ માંથી નોકરી પરથી આવેલા શખ્સ સાથે લૂંટની ઘટના બની હતી.જે ગુન્હાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો હતો.

ભરૂચના દહેજ માંથી સેંકડ શિફ્ટ ની ડ્યુટી પૂર્ણ કરીને ભરૂચની મઢુલી ચોકડી પાસે પહોંચેલા યુવાનને એક અજાણ્યા કાર ચાલક ભેટી ગયો હતો,અને ચાવજ ચોકડી પર છોડી દેવાનું જણાવીને કારમાં લિફ્ટ આપી હતી,જોકે નિયત જગ્યા પર નહીં પરંતુ કાર ચાલક પોતાના અન્ય બે મિત્રો સાથે મળીને ફરિયાદીને એબીસી ચોકડી પાસે આવેલ આનંદ હોટલ તરફ લઇ ગયો હતો,જ્યાં તેઓએ ચપ્પુ બતાવી બેંકનું એટીએમ કાર્ડના માધ્યમથી રૂપિયા 22000 ઉપાડી લીધા હતા.અને ફરિયાદીને અપશબ્દો બોલી બનાવ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

આ અંગે ભોગ બનનાર યુવકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ પ્રકારના ગુન્હા આચરનાર રીઢા આરોપીઓના ફોટા ફરિયાદીને બતાવ્યા હતા.જેમાંથી ફરિયાદીએ પ્રદીપ રાજને ઓળખી બતાવ્યો હતો.પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સ સ્ટાફની મદદથી આરોપીને ગણતરીના સમયમાં જ દબોચી લીધો હતો.

ભરૂચ એ ડિવિઝન પોલીસે આરોપી પ્રદીપ અજીતસિંહ રાજની ધરપકડ સાથે લૂંટમાં વપરાયેલ બલેનો કાર અને ચપ્પુ જપ્ત કરીને રૂપિયા 15450 રોકડા રિકવર કર્યા હતા.અને પ્રદીપના ફરાર બીજા બે સાથીદારો સીનું ઉર્ફે સુજલ સોલંકી અને ધરમ સરદારની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.  

Latest Stories