ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વોકાથોનું આયોજન કરાયું

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કરવામાં આવ્યું આયોજન

  • મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરાયું

  • સ્લોગન રાઇટિંગ સ્પર્ધા પણ યોજાય

Advertisment

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના અને શ્રદ્ધા મોટર્સના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકાથોન ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મલ્ટિપ્લેક્સથી સાંઈ મંદિર સુધી યોજાઈ હતી જેમાં 50થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.આ સાથે જ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર સ્લોગન રાઇટીંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વોકાથોન.આ પ્રથમ નંબરે લલીતાબેન રાઠોડ અને બીજા નંબરે ડોક્ટર સુરભી ત્રિવેદી વિજેતા બન્યા હતા.તો સ્લોગન રાઇટીંગ સ્પર્ધામાં રિંકલ સિંગાપુરી, ડોકટર સુરભી ત્રિવેદી અને ડોક્ટર સીમા મુન્દ્રા વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા સહિત મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories