ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર 2 મૃતકોના પરિવારજનોને રૂ.60 લાખની સહાય અર્પણ

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બે કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી.

New Update
  • ભરૂચના દહેજમાં બની હતી ઘટના

  • શિવા ફાર્મા કંપનીમાં થયો હતો બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા હતા મોત

  • પરિવારજનોને રૂ.60 લાખની સહાય અર્પણ

  • ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સાંત્વના પાઠવી

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બે કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી.
ભરૂચના દહેજ સેઝ-1માં આવેલ શિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં રીએક્ટર બ્લાસ્ટની ઘટનામાં ત્રણ કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું.મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી 60 લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું.આજરોજ ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા.આ ચેક વિતરણમાં ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
Latest Stories