New Update
ભરૂચ નગર સેવા સદનમાં સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદની વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.
Latest Stories