ભરૂચ: દહેજ નજીક ટેન્કરમાંથી LPGની ચોરી કરી સિલિન્ડર ભરવાનું કૌભાંડ ઝડપાયું, રૂ.3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભરૂચની દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પણીયાદરા ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે

New Update

ભરૂચ પોલીસને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. એલપીજી ભરેલ ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવામાં આવતો હતો

ભરૂચની દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પણીયાદરા ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે દરોડા પાડતા એલપીજી ભરેલ ટેન્કરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેરકાયદેસર  અને જોખમી રીતે ગેસ રિફિલ કરવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડા પાડતા ગેસ રિફિલ કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી ધનારામ લુહાર અને મુસ્તાક્લી મહેબૂબ અલી નામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય 10 જેટલા ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી પાંચ ટેન્કર તેમજ 35  કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી ₹3.33 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.