ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીના દ્રશ્યો, સ્વરછતા અભિયાન માત્ર કાગળ પર !

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો પ્રશ્ન

  • નગરપાલિકા કચેરી સામે જ ગંદકી

  • ગંદકીના કારણે લોકોને પરેશાની

  • વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં

  • સાફ સફાઈ કરાવવા સ્થાનિકોની માંગ

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચની આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનની ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં નથી આવતા ત્યારે પ્રશ્નના તાકીદે નિકાલની માંગ કરવામાં આવી છે.
Latest Stories