ભરૂચ: હાંસોટના ઇલાવ-બાલોતા-સાહોલ ગામે MLA ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

હાંસોટ તાલુકાના બાલોતા, ઈલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..

New Update
  • શાળા પ્રવેશોત્સવની ઉજવણી

  • હાંસોટના 3 ગામોમાં ઉજવણી કરાય

  • ઇલાવ-સાહોલ-બાલોતા ગામમાં આયોજન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • અન્ય મહાનુભાવોએ પણ આપી હાજરી

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં હાંસોટના ઈલાવ,સાહોલ અને બાલોતા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત તૃતીય દિવસે ભરૂચના હાંસોટ તાલુકાના બાલોતા, ઈલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઇલાવ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોઝીક કંપનીમાં વાઇઝ પ્રેસિડેન્ટ સી.એસ.આર. જીતેન્દ્ર પટેલ,જનરલ મેનેજર રાજદીપસિંહ, હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જે.ડી.પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ,આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, સીઆરસી કો ઓર્ડિનેટર દિપક સોલંકી તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે