New Update
/connect-gujarat/media/media_files/2025/09/01/screenshot-141-2025-09-01-12-08-19.png)
ચોમાસાની સિઝનમાં ભરૂચના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે.
નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુરથી ભરુચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી જેના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે મુખ્ય માર્ગો અને સર્વિસ રોડનું પણ સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
Latest Stories