New Update
-
ભરૂચ મહારાષ્ટ્રીયન સમાજે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
-
મહારાષ્ટ્રીયન સમાજ વિવિધ ધાર્મિક ઉત્સવોની કરે છે ઉજવણી
-
સમાજે કરી મંદિર બનાવવા માટેની રજૂઆત
-
મંદિર માટે સરકાર પાસે કરી જમીનની માંગણી
-
શ્રી ખંડેરાવ મહારાજ અને શ્રી તુલજા ભવાનીનું મંદિર બનાવવાની દરખાસ્ત
ભરૂચ શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રીય સમાજને મંદિર બનાવવા જમીનની ફાળવણી કરવા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ વડોદરા સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી જિલ્લા કલેકટરને એક રજૂઆત કરવામાં આવી હતી,જેમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર,વાગરા,આમોદ અને જંબુસર મળી મહારાષ્ટ્ર સમાજની અંદાજિત કુલ 15 લાખથી વધુ વસ્તી ધરાવે છે અને મહારાષ્ટ્ર સમાજ 150 વર્ષથી વધુ સમયથી આ ગામ શહેરમાં વસવાટ કરે છે, અને મોટા પાયે ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરે છે.ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય દેવ શ્રી ખંડેરાવ મહારાજ અને શ્રી તુલજા ભવાની માતાનું વિશાળ મંદિર બનાવવાની મહારાષ્ટ્ર સમાજે ઈચ્છા વ્યક્ત કરી છે.સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મંદિર અને શ્રદ્ધાળુઓ માટે રૂમ બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવે તેવી રજુઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું.
Latest Stories