ભરૂચ શહેરમાં તસ્કરોનો આતંક
અંબિકા નગરમાં 2 દિવસથી તસ્કરોના આંટાફેરા
2 મકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે ત્યારે શહેરની અંબિકા નગર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી તસ્કરોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. અંબિકા નગર સોસાયટીમાં રહેતા અશોક મોદી તેમનું ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો તેમના ઘર પાસે ત્રાટક્યા હતા અને બારી તોડી મકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દરવાજા પર ઇન્ટરલોક લગાવેલ હોય તસ્કર ટોળકીએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.તસ્કરોની આ તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.તો સતત બીજા દિવસે બાજુના મકાનમાં જ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે સ્થાનિકો પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી રહ્યા છે.આ તરફ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.