New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/e-sigaret-2025-08-23-14-54-09.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને માહિતી મળી હતી કે ભરૂચની મદીના હોટેલ પાસે આવેલ મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે અને હાલમા તેની આ પ્રવુતિ ચાલુ છે જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા મોહમંદજૈનુલ આબેદીન મોહમદનઇમ નાગોરીએ પ્રતિબંધિત ગેરકાયદેસરની જુદીજુદી વિદેશી કંપનીની ઇ-સિગારેટ તથા ફલેવર મળી કુલ નંગ ૩૨ જેની કિ.રૂ. ૨૭,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ મામલામાં પોલીસે મોહમંદજૈનુલ આબેદીન મોહમદનઇમ નાગોરી ઉ.વ.૨૬, રહે. ૩૮૨૧, માદીના હોટેલ પાસે, મોટા નાગોરીવાડ, તા.જી.ભરૂચ.ની ધરપકડ કરી હતી જ્યારે મહંમદ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories