New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/img-20250703-wa0133-2025-07-04-16-22-22.jpg)
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે કાર્ડધારકો પાસેથી સરતા ભાવે અનાજ ખરીદી તેને વધારે ભાવે વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે ભરૂચની નવજીવન સ્કૂલ નજીકથી રૂ.5.45 લાખની કિંમતના 18,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડી કુલ 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ સાહીદ ઇદ્રીશ હયાત રહે. ચુચલા પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા અને ગગનસીંગ તલવારસીંગ ટાંક નવજીવન સ્કુલ પાછળ, ભરૂચ અલગ અલગ વિસ્તારમાં રહેતા રેશનકાર્ડ ધારકો જે અનાજ લાવતા હતા તેવા લોકો પાસે ઓછા રૂપિયામાં ઘઉંની ખરીદી કરીને એક જગ્યાએ ભેગા કરતા હતા ત્યારબાદ જથ્થો ભેગા થઈ ગયા બાદ વડોદરામાં હિતેશ જૈન આપવા માટે જઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું
આ અંગે સ્પેશયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરાના હિતેશ જૈન નામના વેપારીની પૂછપરછ કરી તેમનું નિવેદન લેવામાં આવ્યું છે.સમગ્ર મામલો જીએસટી ચોરીનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. જોકે આ અંગે જીએસટી વિભાગને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવશે
Latest Stories