New Update
/connect-gujarat/media/media_files/2025/04/09/kydRlrSPUqur8c9MlnmD.jpg)
SOGએ NDPSના ગુનાના 2 આરોપીઓના મકાનમાં કર્યું વીજ ચેકીંગ
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા NDPSના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવી પી.એસ.આઈ. એમ.એચ.વાઢેર તથા પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ તથા DGVCL કર્મચારીઓ સાથે વીજ કનેકશન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ઇલ્યાસભાઇ અલીહુસૈન મલેક રહે, દેરોલ સામે NDPS એકટ મુજબના 2 કેસ નોંધાયેલ હોય તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવતા વિજ કનેકશન કાપી રૂ.૨,૦૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે
આ તરફ સોનુ કુમારી મુકેશભાઇ મંડલ, રહે. ૨૯૫, મંગલદિપ સોસાયટી, લક્ષ્મણનગર પાસે, રાજપીપળા રોડ, સારંગપુર, અંકલેશ્વર સામે NDPS એકટ મુજબના કેસો-૨ નોંધાયેલ હોય તેના રહેણાંક મકાનમાં વિજ જોડાણ ઓવરલોડ મળી આવતા ઓવરલોડ પાવતી આપી રૂ.૨૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
Latest Stories