ભરૂચ: SOGએ શ્રવણ ચોકડી નજીક સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો કર્યો પર્દાફાશ,સ્પાના મેનેજરની ધરપકડ

સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો અને 60% રકમ દેહવ્યાપારમાં સંકળાયેલી યુવતિઓને આપતો

New Update
bahruch spa center
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે શ્રવણચોકડી નજીક રંગપ્લેટીનુમા કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. એસ.ઓ. જી.ના પી.એસ.આઈ. બી.એસ.શેલાણાને મળેલી બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરતાં હકીકત બહાર આવી હતી.પોલીસે સ્થળ પરથી મેનેજર અરૂણ રામસ્વરૂપ જયરામ લોદીને ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર ગેરકાયદેસર ધંધાનો સંચાલક ઈશિપ્ત પટેલ (રહે.ભરૂચ) હોવાનું બહાર આવ્યું છે. તે હાલ ફરાર છે. આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40%પોતે રાખતો અને 60% રકમ દેહવ્યાપારમાં સંકળાયેલી યુવતિઓને આપતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂ.9,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Latest Stories