ભરૂચ : શ્રી સદવિધા મંડળ સંચાલિત એમ.કે.ઇન્સ્ટીટ્યુટ દ્વારા “હેલ્થ ઈઝ વેલ્થ” અંતર્ગત સ્પોર્ટ્સ-ડે યોજાયો...

વિદ્યાર્થીઓના શારીરીક તથા માનસીક વિકાસના સંકલ્પ સાથે ભરૂચ શહેરની એમ.કે.ઇન્સ્ટીટ્યુટ દ્વારા “હેલ્થ ઈઝ વેલ્થ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • એમ.કે.ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવ્યું વિશેષ આયોજન

  • વિદ્યાર્થીઓમાં શારીરીક તથા માનસીક વિકાસનો સંકલ્પ

  • હેલ્થ ઈઝ વેલ્થ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતો યોજાય

  • વોલીબોલક્રિકેટકબ્બડીબેડમિન્ટન રમતનો સમાવેશ

  • મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Advertisment

વિદ્યાર્થીઓના શારીરીક તથા માનસીક વિકાસના સંકલ્પ સાથે ભરૂચ શહેરની એમ.કે.ઇન્સ્ટીટ્યુટ દ્વારા હેલ્થ ઈઝ વેલ્થ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સદવિધા મંડળ સંચાલિત એમ.કે.ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુટર સ્ટુડન્ટ દ્વારા હેલ્થ ઈઝ વેલ્થ” અને વિદ્યાર્થીઓના શારીરીક તથા માનસીક વિકાસના સંકલ્પ સાથે તા. 13થી 16 જાન્યુઆરી-2025 સુધી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓ સમગ્ર દિવસ મોબાઈલમાં ગેમ રમવામાં પસાર કરતાં હોય છેજેથી હેલ્થ ઈઝ વેલ્થના હેતુને ધ્યાનમાં રાખી વિવિધ રમતો જેવી કેવોલીબોલક્રિકેટકબ્બડીબેડમિન્ટનખો-ખો અને ફુટબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુની વિસરાય ગયેલી રમતો જેવી કેસતોડિયુંનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ ડેમાં કોલેજના આશરે 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. જાગીન પટેલ તથા કોલેજ પરિવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories