ભરૂચ : શુક્લતીર્થના મેળા દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી. વિભાગને રૂ.7.15 લાખની આવક થઈ

શુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવી હતી

New Update
Advertisment
  • ધાર્મિક માહત્મ્ય ધરાવતો શુક્લતીર્થનો મેળો સંપન્ન થયો

  • એસટી. વિભાગ દ્વારા કરવામાં આવી હતી વિશેષ વ્યવસ્થા

  • 730 એક્સ્ટ્રા ટ્રીપથી 21 હજાર મુસાફરોનું વહન કરાયું

  • એસટી. વિભાગને રૂપિયા 7.15 લાખ જેટલી આવક થઈ

  • ગત વર્ષની સરખામણી આ વર્ષે આવકમાં વધારો થયો

Advertisment

અનોખું ધાર્મિક માહત્મ્ય ધરાવતા શુક્લતીર્થના ભાતીગળ ધાર્મિક મેળા માટે ભરૂચ એસટી. વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરી 35થી 40 મીની બસોની ફાળવણી કરવામાં આવી હતી. જેના થકી એસટી. વિભાગને રૂ. 7.15 લાખ જેટલી આવક થઈ છે.

ભરૂચ જીલ્લાના શુક્લતીર્થના મેળા દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી. વિભાગને રૂ.7.15 લાખની આવક થઈ છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કેશુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન ભરૂચ અને શુક્લતીર્થ વચ્ચે વિભાગ દ્વારા સતત એક્સ્ટ્રા બસો એસટી. દોડાવવામાં આવી હતી.

જેને મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. જે અંતર્ગત 730 જેટલી ટ્રીપના સંચાલનમાં 21 હજાર જેટલા મુસાફરોનું વહન કરાયું હતું. જોકેગત વર્ષની સરખામણી આ વર્ષે એસટી. વિભાગને આવકમાં પણ વધારો થયો છે. આ વર્ષે શુક્લતીર્થના મેળા દરમ્યાન એસટી. વિભાગને રૂ. 7.15 લાખની માતબર આવક થવા પામી છે.

Latest Stories