ભરૂચ એસ.ટી વિભાગની દિવાળીમાં આવકમાં વધારો, 13 હજાર જેટલા મુસાફરોએ એસ.ટી બસમાં કરી મુસાફરી
ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી.
ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી.જેમાં એસ.ટી.વિભાગને રૂપિયા 45 લાખની આવક થઈ છે. જે ગતવર્ષ કરતા પાંચ લાખ વધુ છે.દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધારે ભીડ જોવા મળતી હોય આ ધસારાને પહોંચી વળવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ,પંચમહાલ,નર્મદા જિલ્લા વિગેરે માટે દોડાવવામાં આવી હતી.
ભરૂચ એસ.ટી.ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા ગત વર્ષની તુલનામાં દસ ટકા વધુ ટ્રીપ મારવામાં આવી હતી.230 વાહનોમાં 13 હજાર જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું.જેના થકી એસ.ટી.વિભાગ ને રૂપિયા 45 લાખની આવક થઈ છે.જે ગત વર્ષ કરતા રૂપિયા પાંચ લાખ વધુ છે.