New Update
પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી
એસ.ટી.વિભાગ દ્વારા કરાયુ વિશેષ આયોજન
ભરૂચ-અંકલેશ્વર એસ.ટી.ડેપો દ્વારા આયોજન
150થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે
ગ્રુપ બુકીંગ પણ શરૂ કરાયુ
પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રકાશના પર્વ દિવાળીની સૌ કોઈ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે ત્યારે રોજેરોટી કમાવવા માટે ભરૂચ અને અંકલેશ્વરમાં વસેલા શ્રમયોગીઓ સરળતાથી માદરે વતન જઈ શકે તે માટે ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા તારીખ 27મી ઓક્ટોબરથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે.જેમાં અંકલેશ્વર જીઆઇડીસી ડેપો,ભોલાવ ડેપો અને રાજપીપળા ડેપો ખાતેથી 150થી વધુ બસ દોડાવવામાં આવશે જેથી કરીને શ્રમયોગીઓ પોતાના વતન સરળતાથી જઈ શકે.ખાસ કરીને દાહોદ અને ગોધરા તરફ વધુ બસ દોડાવામાં આવશે. આ ઉપરાંત એસ.ટી વિભાગ દ્વારા ગ્રુપ બુકિંગ પણ કરવામાં આવશે જેમાં શ્રમયોગીઓ ભરૂચ અંકલેશ્વરમાં જે સ્થળે રહેતા હોય ત્યાંથી લઈને તેમના વતન સુધી મૂકી આવશે ત્યારે વિશેષ પ્રકારનું આયોજન ભરૂચ એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે
આ તરફ અંકલેશ્વર એસ.ટી.ડેપો દ્વારા પણ દિવાળીને લઇ વિશેષ આયોજન કરાયુ છે જેમાં 20થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.જીઆઇડીસી ડેપોમાંથી વધારાની બસો દોડશે.દાહોદ, ગોધરા, સાગબારા ,સેલંબા ,મહીસાગર સહીત વિવિધ બસના મુસાફરોને ધ્યાને લઇ એક્સ્ટ્રા બસ દોડવા આવશે. 27મી ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી સતત વધારાની બસો દોડાવવામાં આવશે
Latest Stories