New Update
-
ભરૂચ એસ.ટી.વિભાગનું આયોજન
-
હોળી-ધુળેટીના પર્વને લઇ આયોજન
-
વધારાની એસ.ટી.બસ દોડવાશે
-
શ્રમયોગીઓ માટે વિશેષ વ્યવસ્થા
-
રોજની 30 બસ વધારાની દોડાવાશે.
આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગતવર્ષે 78 વાહનો સંચાલિત કરી 11 લાખની આવક સાથે 5,200 શ્રમયોગીઓને તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદી 30 બસોનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અલગ અલગ સ્થળોએથી જેમ કે ભોલાવ બસ સ્ટેશન, જી.એન.એફ.સી. બસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા સંચાલન તારીખ 10 માર્ચથી 12 માર્ચ સુધી ત્રણ દિવસમાં 90થી વધુ એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસને માંગણી કરવાથી "એસ.ટી આપના દ્વારે" સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે.
Latest Stories