ભરૂચ: ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ,અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપ્યો આવકાર

ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

  • ધો.10 બાદ ધોરણ 12ની પરીક્ષાનો પણ પ્રારંભ થયો

  • કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

  • પરીક્ષા કેન્દ્રો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો
આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ 10નું પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર એકંદરે  સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા ત્યારે બપોરના સમયે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધીક કલેક્ટર એન.આર. ધાંધલ અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુરછ આપી પરીક્ષા કેન્દ્ર પર આવકાર આપ્યો હતો.ભરૂચ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્ર અને 30 બિલ્ડીંગમાં  8154 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રો અને 17  બિલ્ડીંગમાં 3048 વિદ્યાર્થીઓ માટે  વ્યવસ્થા  કરવામાં આવી છે.પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
Read the Next Article

રાજ્યકક્ષાની શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા !

અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના

New Update

અમદાવાદ ખાતે યોજાય હતી ચેમ્પિયનશીપ

રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપનું આયોજન

ભરૂચના ખેલાડીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

14 મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું

અગાઉ પણ 27 મેડલ કર્યા હતા હાંસલ

અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા છે
અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાયફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.મહત્વનું છે કે આ પૂર્વે ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 27 મેડલ હાંસલ કર્યા હતા.