New Update
-
ભરૂચની નિર્ભયા જિંદગીનો જંગ હારી
-
ઠેર ઠેર લોકોમાં આક્રોશ
-
ભરૂચમાં વિદ્યાર્થીઓએ કાઢી રેલી
-
નરાધામને ફાંસીની સજાની માંગ કરાય
-
500 પત્રો પણ લખાયા
ભરૂચમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી
ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં ગતરોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સુત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ 500 જેટલા પત્રો લખીને કલેકટરને સોંપ્યા હતા અને વિદ્યાર્થીઓએ બાળકી માટે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
Latest Stories