New Update
ભરૂચમાં વર્ષ 2013માં બન્યો હતો બનાવ
ટ્રાન્સપોર્ટર સુનિલ તાપિયાવાલાની થઈ હતી હત્યા
આરોપીને કોર્ટે ફટકારી હતી આજીવન કેદની સજા
પેરોલ જમ્પ કરી 9 વર્ષથી આરોપી હતો ફરાર
મોરબીથી આરોપીની ધરપકડ
ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો.
ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે. ટોરાણી સહિત સ્ટાફ પેરોલ,ફર્લો જમ્પ થયેલ આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ-૨૦૧૩માં ભરૂચ શહેરમાં સુનિલ તાપીયાવાલાના ચકચારી મર્ડર કેસમાં મુખ્ય આરોપી સચિન પંડયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો જેણે વર્ષ-૨૦૧૬માં પેરોલ રજા પર મુક્ત થઈ સમયસર જેલમાં હાજર નહી થઇ પેરોલ જમ્પ કરી ફરાર થયેલ છે અને હાલ મોરબીમાં રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મોરબીના મહેન્દ્રનગરમાંથી મૂળ ભરૂચના સોનેરી મહેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ અને હાલ મોરબી મહેન્દ્ર નગર ચોકડી શીવ એપાર્ટમેન્ટ ફ્લેટમાં રહેતો સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહને ઝડપી પાડ્યો હતો.
વર્ષ 2013માં 1 જુલાઇના રોજ રાતે સુનીલ તાપીયાવાલાના ઘરનો ડોર બેલ વગાડી અંદર ઘુસેલા 3 હત્યારાઓએ સુનિલની નિર્મમ હત્યા કર્યા બાદ તેમની પત્ની હિરવાને ગળામાં સ્ક્રૂ ડ્રાઇવર ઘુસાડી 75,000ના દાગીનાની લૂંટ કર્યા બાદ બન્ને પુત્રીઓને ચપ્પુની અણીએ બાનમાં લઇ સોસાયટીઓના પાડોશીઓની નજર સામે જ ફરાર થઇ ગયા હતા. આ કેસમાં કોર્ટે મૃતક સુનિલના સાઢુ સચિન શાહ સહિત 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
Latest Stories